Select Language

લોગીન

તમે તમારા એકાઉન્ટમાં 3 રીતે લોગીન કરી શકો છો.
  • તમારા ટ્રેડિંગ આઈડી, પાસવર્ડ અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન (મોબાઈલ/PAN/જન્મ તારીખ) નો ઉપયોગ કરીને.

  • તમે એપમાં 4 અંકના એમપીન સેટઅપનો ઉપયોગ કરી શકો છો.

  • આઇફોન માટે ફેસ આઇડી તથા એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને.

 

મલ્ટિ-યુઝર લૉગિન

એપ્લિકેશન તમને એક મોબાઇલ ઉપકરણ પર બહુવિધ એકાઉન્ટ્સમાં લૉગિન કરવાની સુવિધા આપે છે. તમે સરળતાથી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સ્વિચ કરી શકો છો. તમે પહેલા લૉગ ઇન થયેલા તમામ વપરાશકર્તાઓની સૂચિ જોઈ શકો છો. તમે જે લિસ્ટમાં લોગીન કરવા માંગો છો તેમાંથી તમે સરળતાથી યુઝર-આઈડી પસંદ કરી શકો છો.

વૉચલિસ્ટ

  • તમે વૉચલિસ્ટમાં સ્ક્રિપનું નામ, તેનો ટ્રેડિંગનો છેલ્લો ભાવ અને પાછલા બંધ ભાવ બાદ થયેલો ફેરફાર જોઈ શકશો અને વૉચલિસ્ટમાંથી સોદાઓ માટેના ઓર્ડર પણ કરી શકશો.
  • તમે પોતાનાં એક કરતાં વધારે વૉચલિસ્ટ બનાવી શકો છો અથવા પહેલેથી તૈયાર કરીને રખાયેલાં વૉચલિસ્ટમાંથી તમારી પસંદગીનાં વૉચલિસ્ટ રાખી શકો છો. અથવા પોતાની પસંદગી મુજબ સંપૂર્ણપણે નવું વૉચલિસ્ટ બનાવવું.
  • તમે જુદાં જુદાં વૉચલિસ્ટ જોઈ શકો છો અને ડ્રોપ ડાઉનમાં આપવામાં આવેલા વૉચલિસ્ટના અનેક વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને ડિફોલ્ટ તરીકે સેટ કરી શકો છો. તમે મેનુ (Menu Icon) માંથી "નામ બદલો" વિકલ્પનો ઉપયોગ કરીને વૉચલિસ્ટનું નામ બદલી શકો છો.
ભંડોળ

તમે વોચ લિસ્ટમાં ઉપલબ્ધ (₹) આઇકન દ્વારા સીધો વ્યવહાર કરી શકો છો.

 
ઇન્ડેક્સ બદલો

તમે તમારી પસંદગીના કોઈપણ 2 અનુક્રમણિકાઓને વોચલિસ્ટમાં પિન કરી શકો છો.

 
ચૂકશો નહીં

આ ઍપ્લિકેશન તમારાં બધાં વૉચલિસ્ટમાં રખાયેલી તમામ સ્ક્રીપ્સને સ્કેન કરે છે અને એ સ્ક્રિપ્સમાંથી કોઈ પણ સ્ક્રિપ સંબંધે જાણવા જેવી નોંધપાત્ર ઈવેન્ટ્સ હોય તો તમને તેની જાણ કરે છે. તમે વૉચલિસ્ટ સ્ક્રીન પર નીચે સ્ક્રોલ કરીને આ વિભાગ જોઈ શકો છો.

 
ડોન્ટ મિસ વૉચલિસ્ટ

એપ્લિકેશન એ સ્ક્રિપ્સને દર્શાવવા માટે એક સમર્પિત વોચલિસ્ટ પણ બનાવે છે જે તમારે ચૂકી ન જવું જોઈએ. તમે વોચલિસ્ટના ડ્રોપ-ડાઉન વિકલ્પનો ઉપયોગ કરીને ડોન્ટ મિસ વોચલિસ્ટને ડિફોલ્ટ તરીકે સેટ કરી શકો છો.

 
હોલ્ડિંગ્સ

જો તમારા વૉચલિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હોય એમાંથી કોઈ સ્ક્રિપ તમે ખરીદી લીધી હોય તો ઍપ્લિકેશન તમારી પાસેના શેરની સંખ્યા અને તમને ખરીદીના ભાવના આધારે કોઈ નફો કે નુકસાન થયું હશે તો તેનો આંકડો દર્શાવશે. Portfolio Icon

 
ટૅગ્સ

સિસ્ટમ તમારા વૉચલિસ્ટમાંની સ્ક્રિપ સંબંધેની નોંધપાત્ર ઈવેન્ટ્સને યોગ્ય રીતે ટૅગ કરીને બતાવશે. Tags Icon

 
સ્માર્ટ વ્યૂ

તમે ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરીને તમારા વૉચલિસ્ટમાંની વિવિધ સ્ક્રિપ્સને લગતી ખાસ ઈવેન્ટ્સ જોઈ શકો છો.

વૉચલિસ્ટમાં સ્ક્રિપ ઉમેરવી

તમે સર્ચ વિન્ડોમાંથી કોઈપણ સ્ક્રિપ શોધી શકો છો અને એમને તમારા વૉચલિસ્ટમાં ઉમેરી શકો છો. તમે ઍપ્લિકેશનમાં ગમે ત્યાં (+)નો ઉપયોગ કરીને તમારા વૉચલિસ્ટમાં કોઈપણ સ્ક્રિપ ઉમેરી શકો છો.

 
વૉચલિસ્ટમાંથી સ્ક્રિપ કાઢી નાખવી

તમે મેનુના (Menu Icon) વિકલ્પોમાં જઈને "રીમુવ" વિકલ્પનો ઉપયોગ કરીને વૉચલિસ્ટમાંથી કોઈપણ સ્ક્રિપ દૂર કરી શકો છો.

 
વૉચલિસ્ટમાં સ્ક્રિપ્સની નવેસરથી ગોઠવણી કરવી

તમે મેનુના (Menu Icon) વિકલ્પોમાં "નવેસરથી ગોઠવણી કરો" વિકલ્પનો ઉપયોગ કરીને વૉચલિસ્ટમાં સ્ક્રિપ્સની નવેસરથી ગોઠવણી કરી શકો છો.

 
સૉર્ટ અને ફિલ્ટર

વૉચલિસ્ટને સૉર્ટ કરવા અથવા વૉચલિસ્ટમાં આઇટમ ફિલ્ટર કરવા માટે સ્ક્રીનની જમણી બાજુએ ફિલ્ટર આઇકન (Filter Icon) પર ટૅપ કરો. તમે એલટીપી, એલટીપીમાં થયેલા ટકાવારી ફેરફાર, ઍસેટના પ્રકાર અને એક્સચેન્જ સેગમેન્ટના આધારે વૉચલિસ્ટને મૂળાક્ષરો પ્રમાણે સૉર્ટ કરી શકો છો. કોઈ પણ વિકલ્પને વૉચલિસ્ટ માટે પસંદ કરો અને અપ્લાય કરો.

 
વૉચલિસ્ટ કાઢી નાખો

તમે મેનુના (Menu Icon) માં "વૉચલિસ્ટ કાઢી નાખો" વિકલ્પનો ઉપયોગ કરીને સંપૂર્ણ વૉચલિસ્ટ કાઢી શકો છો.

સ્ક્રિપ માહિતી

આ વિભાગમાં તમને ચાર્ટ, એલર્ટમાં રખાયેલી સ્ક્રિપની ટૂંકી માહિતી, ઈવેન્ટ્સ, રેકૉમેન્ડેશન્સ, વિશ્લેષણ અને કંપનીની માહિતી મળશે.
  • સેટ એલેર્ટસ

    તમે ટોચ પર અપાયેલા બેલ આઇકનનો Bell Icon ઉપયોગ કરીને વિવિધ માપદંડ નિશ્ચિત કરીને એલર્ટ સેટ કરી શકો છો.

  • વૉચલિસ્ટમાં ઉમેરો કરવો

    તમારા હાલના અથવા નવા વૉચલિસ્ટમાં સ્ક્રિપ ઉમેરવા માટે Add Icon બટનનો ઉપયોગ કરો.

  • ટ્રેડ

    તમે સ્ક્રિપની માહિતી આપનારા પૅજ પર ખરીદી Buy Icon અને વેચાણ Sell Icon નો ઉપયોગ કરીને સોદો શરૂ કરી શકો છો.

  • ચાર્ટ

    તમે સ્ક્રિપની માહિતી આપનારા પૅજ પર Chart Icon નો ઉપયોગ કરીને ચાર્ટ ખોલી શકો છો.

ઈવેન્ટ્સની વિગતો સંક્ષિપ્ત માહિતીમાં દર્શાવવામાં આવે છે. સંક્ષિપ્ત માહિતીમાં તમને ભાવ સહિત બજારનું ઊંડાણ, ઓર્ડરની સંખ્યા અને વોલ્યુમના હિસ્ટોગ્રામ સહિત વોલ્યુમનું પ્રમાણ દર્શાવવામાં આવશે. 52 સપ્તાહનો ટોચનો અને નીચલો ભાવ, ખૂલેલો અને બંધ ભાવ, દિવસનો ઉપલો અને નીચલો ભાવ, સોદાનો સરેરાશ ભાવ, મૂલ્ય, વોલ્યુમ, પાછલા સોદાનો ભાવ અને અપડેટનો છેલ્લો સમય જેવા અન્ય ડેટા માટે મુખ્ય આંકડાઓ તપાસો.

 
ઈવેન્ટ્સ

તમે સ્ક્રિપ સંબંધેનાં તમામ નવીનતમ અને આગામી સમાચાર તથા જાહેરાતો અહીં જોઈ શકો છો.

 
રેકૉમેન્ડેશન્સ

તમે આ સ્ક્રિપ માટેની તમામ રેકૉમેન્ડેશન્સ અહીં જોઈ શકશો.

 
વિશ્લેષણ

તમે સ્ક્રિપનો ટેક્નિકલ અને ફંડામેન્ટલ સારાંશ અહીં જોઈ શકો છો. ટેક્નિકલ વિશ્લેષણ વિભાગમાં તમે ચાર્ટ, સપોર્ટ અને રેઝિસ્ટન્સ, પુટ કોલ રેશિયો, ઓપન ઇન્ટરેસ્ટ, મૂવિંગ એવરેજ અને ડિલિવરી ક્વોન્ટિટી બિલ્ડ-અપ રિપોર્ટનું વિશ્લેષણ જોઈ શકો છો.

 
ચાર્ટ આઈ ક્યુ

તમે ચાર્ટ તૈયાર કરવાના અનેક ટૂલ્સ સાથે 115 કરતાં વધારે સંકેતો ધરાવતા ચાર્ટ પ્રાપ્ત કરી શકો છો. તેની સાથે સાથે ચાર્ટની તુલના કરવી, ચાર્ટ મારફતે સોદા શરૂ કરવા, વગેરે જેવી વિશેષતાઓ પ્રાપ્ત કરી શકો છો.

 
ફંડામેન્ટલ

તમે અહીંથી સ્ક્રિપનો હેલ્થ સ્કોર, ફાઇનાન્શિયલ રેશિયો, શેરહોલ્ડિંગ પેટર્ન, નાણાકીય માહિતીનું ટ્રેન્ડ એનાલિસિસ જોઈ શકો છો તથા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો.

 
ફ્યુચર્સ ટેબ

તમે અંડરલાઇંગ સ્ક્રિપના તમામ ફ્યુચર્સ કૉન્ટ્રેક્ટ જોઈ શકો છો અને અહીંથી સોદો શરૂ કરી શકો છો.

 
ઓપ્શન્સ ટૅબ

તમે અંડરલાઇંગ સ્ક્રિપની તમામ ઓપ્શન્સ ચેઇન જોઈ શકો છો અને અહીંથી સોદો શરૂ કરી શકો છો.

 
વિકલ્પ સાંકળ

તમે OI, IV અને ગ્રીક (Delta, Theta, gamma, Vega, rho) સાથે વિકલ્પ સાંકળ જોઈ શકો છો.

 
કંપની ઇન્ફોરમેશન

સિક્યૉરિટીની વિગતો, મૅનેજમેન્ટ, એક્સચેન્જ અને ઇન્ડેક્સ લિસ્ટિંગ તથા કંપનીના સંપર્ક માટેની માહિતી અહીં જોઈ શકાય છે.

ઓર્ડર એન્ટ્રી

તમને ટ્રેડિંગનો અને ઓર્ડરનો અમલ કરવા માટે સૌથી વધારે માફક આવે એવી રીતે આ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. તમે અલગ અલગ જગ્યાએથી પણ ઓર્ડર દાખલ કરી શકો છો.

ઍપ્લિકેશનમાં તમે જ્યાં પણ Trade Icon બટન અથવા ખરીદી અને વેચાણનું બટન દેખાય ત્યાં તમે ઓર્ડર દાખલ કરી શકો છો.

આ ઍપ્લિકેશનમાં ઇન્ટ્રાડે, ડિલિવરી, માર્જિન ટ્રેડિંગ ફેસિલીટી (એમટીએફ), પરચેઝ ટુડે સેલ ટુમોરો (પીટીએસટી), મલ્ટિલેગ, સ્પ્રેડ જેવા મુખ્ય પ્રકારના તમામ ઓર્ડર પાર પાડી શકો છો.

તમે આ તમામ પ્રકારના ઓર્ડર માટે માર્કેટ, લિમિટ અથવા સ્ટોપ લોસ ટ્રિગર ઓર્ડર દાખલ કરી શકો છો.

 
ઓર્ડર પ્રકાર
  • માર્કેટ ઓર્ડર: જો તમે કોઈ ચોક્કસ ભાવની રાહ જોવા માગતા ન હો તો તમે માર્કેટ ઓર્ડરનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્રકારના ઓર્ડરમાં એક્સચેન્જ તમારો સોદો પાર પડે એ માટે તમારી ક્વોન્ટિટી સાથે ઉત્તમ ભાવનું મૅચિંગ કરશે.

  • લિમિટ ઓર્ડર: જો તમે પૂર્વ નિર્ધારિત કિંમતે અથવા તેના કરતાં વધુ સારા ભાવે ઓર્ડર પાર પાડવા માગતા હો અને તમે કહેલો ભાવ આવે નહીં ત્યાં સુધી ઓર્ડરનો અમલ થાય નહીં એવું તમને ચાલતું હોય તો તમારે લિમિટ ઓર્ડર વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના ઓર્ડરમાં એક્સચેન્જ નિર્ધારિત ભાવની સાથે જેનું મૅચિંગ થતું હોય એટલી જ ક્વોન્ટિટીના ઓર્ડરનો અમલ કરશે.

  • સ્ટોપ લોસ ટ્રિગર ઓર્ડર: તમે જે ભાવે ઓર્ડર પાર પાડવા માગતા હો એ ભાવ હજી આવ્યો ન હોય અને તમે પોતાનો ઓર્ડર દાખલ કરવા માટે એક્સચેન્જમાં એ ભાવ (ટ્રિગર પ્રાઇસ) આવે ત્યાં સુધી રાહ જોવા માગતા હો તો તમારે સ્ટોપ લોસ ટ્રિગર ઓર્ડરનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. તમારો ટ્રિગર ભાવ આવી ગયા બાદ તમે માર્કેટ ઓર્ડર કે લિમિટ ઓર્ડર દાખલ કરી શકો છો.

  • ઇન્ટ્રાડે ઓર્ડર: આ ઓર્ડર માત્ર ચોક્કસ દિવસ દરમિયાન જ પાર પાડવામાં આવે છે. જો તમે જાતે એનું સ્ક્વેર ઑફ ન કરો તો દિવસના અંતે એ ઓર્ડર આપમેળે સ્ક્વેર ઑફ થઈ જાય છે.

  • ડિલિવરી/કેરીફોર્વર્ડ ઓર્ડર: આ ઓર્ડર પાર પડી ગયા બાદ તમારી પોઝિશન અનેક દિવસ સુધી કૅરી ફોરવર્ડ કરવામાં આવે છે. સિસ્ટમ આવા ઓર્ડરને સ્ક્વેર ઑફ કરતી નથી.

  • પરછેસ ટુડે સેલ ટુમોરો (પિટીયસટી) ઓર્ડર: એકવાર આ ઓર્ડર પાર પડી જાય અને તમે જાતે સ્ક્વેર ઑફ ન કરો તો તેના બીજા દિવસે એ આપમેળે સ્ક્વેર ઑફ થઈ જાય છે.

  • માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ) ઓર્ડર: આ પ્રકારના ઓર્ડર ડિલિવરી ઓર્ડરની જેમ જ કાર્ય કરે છે, પરંતુ એ પાર પાડવા માટે જરૂરી માર્જિન/ફંડ સામાન્ય સંજોગોમાં ડિલિવરી ઓર્ડર માટે જરૂરી હોય એના કરતાં ઓછું હોય છે. આ કાર્ય માટે ગ્રાહકે ઑથોરાઇઝેશન કરાવ્યું હોવું જરૂરી છે. આથી તેના માટે અમારો સંપર્ક કરવો.

  • મલ્ટિલેગ ઓર્ડર: તમે મલ્ટિલેગ ઓર્ડર સુવિધાનો ઉપયોગ કરીને ફ્યુચર્સ અને ઓપ્શન્સ કૉન્ટ્રાક્ટમાં બે અથવા ત્રણ તબક્કામાં પાર પાડવાનો ઓર્ડર દાખલ કરી શકો છો.

  • સ્પ્રેડ ઓર્ડર: તમે અલગ અલગ બે ભાવને બદલે ભાવના સ્પ્રેડના આધારે બે ચરણમાં પાર પડે એવા ઓર્ડર દાખલ કરી શકો છો.

  • જીટીડી ઓર્ડર: એક ઓર્ડર જે વપરાશકર્તા દ્વારા નિર્દિષ્ટ તારીખ સુધી સિસ્ટમમાં સક્રિય રહે છે, સિવાય કે તે પહેલાથી જ એક્ઝિક્યુટ અથવા રદ કરવામાં આવ્યો હોય.

  • કૌંસ ઓર્ડર: તમે મૂળ ખરીદી અથવા વેચાણ ઓર્ડર, લક્ષ્ય ઓર્ડર અને સ્ટોપ-લોસ ઓર્ડર સહિત 3 ઓર્ડરને જોડી શકો છો. તમારા કી ક્રમને બંને બાજુ કૌંસમાં મૂકો. એકવાર ઑરિજિનલ ઑર્ડર એક્ઝિક્યુટ થઈ જાય, સ્ટોપ-લોસ અને ટાર્ગેટ ઑર્ડર્સ ઑટોમૅટિક રીતે માર્કેટમાં મૂકવામાં આવે છે.

  • પાછળનું સ્ટોપ-લોસ: તમે બજારમાં તમારા સ્ટોપ-લોસ ઓર્ડરને આપમેળે ટ્રેક કરી શકો છો. તમે જોડાયેલ રકમનો ઉપયોગ કરીને બજાર કિંમતની નીચે સ્ટોપ-લોસ કિંમત સેટ કરી શકો છો.

  • ઇક્વિટી સિપ: સ્ટોકમાં લમસમ રકમનું રોકાણ કરવાને બદલે, તમે નિયમિત અંતરાલ (સાપ્તાહિક, માસિક, વગેરે) પર વ્યવસ્થિત રીતે ચોક્કસ રકમ અથવા જથ્થાનું રોકાણ કરી શકો છો.

ઓર્ડર્સ

તમે મૂકેલા ઓર્ડર અને તમારી પોઝિશન્સ વિશેની સંપૂર્ણ માહિતી અહીં મળે છે. તમને ઓર્ડર બુક, ટ્રેડ બુક અને નેટ પોઝિશન એ બધી અલગ અલગ જગ્યાએથી મળતી માહિતી આ સિંગલ વિન્ડો પર ઉપલબ્ધ થાય છે.

તમે સિંગલ સ્ક્રિપ ઓર્ડર, સ્પ્રેડ ઓર્ડર, મલ્ટિલેગ ઓર્ડર, ગુડ ટિલ ડેટ ઓર્ડર અને ઈક્વિટી એસઆઇપી ઓર્ડર જેવા વિવિધ ઓર્ડર પ્રકારો અહીં પસંદ કરી શકો છો અને જોઈ શકો છો.

ઓપન ઓર્ડર, પૂરા થયેલા ઓર્ડર અને તમામ ઓર્ડર એ પ્રમાણે વર્ગીકરણ કરીને ઓર્ડર દર્શાવવામાં આવે છે.

 
  • ઓપન ઓર્ડર્સ: એક્સચેન્જમાં પાર પડવાના બાકી રહેલા તમામ ઓર્ડરની વિગતો દર્શાવે છે.

  • કોમ્પ્લીટેડ ઓર્ડર્સ: એક્સચેન્જમાં સંપૂર્ણ રીતે પાર પાડવામાં આવેલા અથવા તમે રદ કરેલા તમામ ઓર્ડરની વિગતો દર્શાવે છે.

  • ઓલ ઓર્ડર્સ: તમે આજે દાખલ કરેલા તમામ ઓર્ડરની વિગતો દર્શાવે છે.

    તમે કોઈપણ ઓર્ડર પર ક્લિક કરીને એક્સચેન્જમાંથી મળેલી તેની સંપૂર્ણ વિગતો અને સંબંધિત સોદા જોઈ શકો છો. તમે ઓર્ડર સુધારી અથવા રદ પણ કરી શકો છો. ઇન્ટ્રાડે ઓર્ડરને તમે ડિલિવરી ઓર્ડર અથવા અન્ય ઓર્ડરમાં ફેરવી શકો છો.

    તમે "નેટ પોઝિશન" વિકલ્પ પર ક્લિક કરીને તમારી બધી પોઝિશન જોઈ શકો છો. તમે સ્ક્રિપના વર્તમાન બજાર મૂલ્ય પર આધારિત તમારો નફો/નુકસાન (MTM) જોઈ શકો છો. તમે નેટ પોઝિશન વિંડોમાં "બધા સોદા સ્ક્વેર ઑફ કરો" વિકલ્પનો ઉપયોગ કરીને એક સાથે બધા ઓપન ઓર્ડર ક્લોઝ કરી શકો છો.

ઑર્ડર કાર્ટ

ઓર્ડર કાર્ટનો ઉપયોગ કરીને મલ્ટિ-સ્ક્રીપ ઓર્ડર બનાવો અને સફરમાં તેને એક્ઝિક્યુટ કરો. વપરાશકર્તાઓ વ્યક્તિગત સ્ક્રીપ્સને Cart Icon માં ઉમેરી શકે છે અથવા વૉચલિસ્ટને Cart Icon માં કન્વર્ટ કરી શકે છે.

  • ઓર્ડર કાર્ટ શું છે?
  • ઑર્ડર કાર્ટ એ એપ-વપરાશકર્તાઓ માટે એક જ વારમાં મલ્ટિ-સ્ક્રીપ ઓર્ડર્સ એક્ઝિક્યુટ કરવા માટે અનુકૂળ પદ્ધતિ છે. દરેક સ્ક્રીપ માટે વ્યક્તિગત ઓર્ડર આપવાને બદલે, વેપારી બહુવિધ સ્ક્રિપ્સ માટે વેપારનું સંચાલન અને અમલ કરવા માટે ઓર્ડર કાર્ટનો ઉપયોગ કરી શકે છે.

 
  • ઓર્ડર કાર્ટના ફાયદા શું છે?
    • એકસાથે સિંગલ ઓર્ડર વિન્ડોમાં સિક્યોરિટીઝના જૂથને ખરીદો અથવા વેચો.
    • કોઈપણ વોચલિસ્ટને ઓર્ડર કાર્ટમાં કન્વર્ટ કરો.
    • ઓર્ડર કાર્ટ સાચવો અથવા હમણાં જ એક્ઝિક્યુટ કરો.
    • આ સુવિધાનો ઉપયોગ કરીને ડિલિવરી અથવા માર્જિન (ઇન્ટ્રાડે) ઓર્ડર આપો.
    • ઓર્ડર કાર્ટ દ્વારા માર્કેટ, લિમિટ, SL એન્ટ્રી અને AMO ઓર્ડર કરો.
    • અમલ પહેલા કાર્ટમાં વ્યક્તિગત ઓર્ડરમાં ફેરફાર કરો.
 
  • ઓર્ડર કાર્ટની મર્યાદા શું છે?
    • ઓર્ડર કાર્ટ દ્વારા ફક્ત રોકડ સેગમેન્ટના ઓર્ડર જ આપી શકાય છે.
    • ઓર્ડર કાર્ટમાં વધુમાં વધુ 50 સ્ક્રીપ્સની કાર્ટ ઉમેરી શકાય છે.
 
  • ઓર્ડર કાર્ટ કેવી રીતે બનાવવું?
    • વૉચલિસ્ટમાંથી ઑર્ડર કાર્ટ બનાવો.
      • તમારી વોચલિસ્ટને ઓર્ડર કાર્ટમાં કન્વર્ટ કરો.
      • ઑર્ડર કાર્ટને ઍક્સેસ કરવા માટે વૉચલિસ્ટમાં નીચે સ્ક્રોલ કરો.
      • તમે ઓર્ડર કાર્ટ જોઈ અથવા સંપાદિત કરી શકો છો જેમ કે સ્ક્રિપ્સ ઉમેરો, સ્ક્રીપ્સ દૂર કરો, ઉત્પાદન પ્રકાર (ઇન્ટ્રા-ડે અથવા ડિલિવરી), ઓર્ડરનો પ્રકાર (મર્યાદા, બજાર અને સ્ટોપ લોસ ઓર્ડર) અને કિંમત અને જથ્થો બદલો.
      • તમે ઓર્ડર એક્ઝેક્યુશન પહેલાં માર્જિન ચકાસી શકો છો.
      • તમે ભવિષ્યના સંદર્ભો માટે તમારા ઓર્ડર કાર્ટને સાચવી શકો છો અને તરત જ એક્ઝિક્યુટ કરી શકો છો.
       
    • મેનુમાં ઓર્ડર કાર્ટ વિકલ્પ
      • તમે તમારી સેવ કરેલી ઓર્ડર કાર્ટ યાદી મેળવી શકો છો અને મેનુમાં ઉપલબ્ધ ઓર્ડર વિકલ્પમાંથી નવું ઓર્ડર કાર્ટ બનાવી શકો છો.
      • તમે નામ બદલવા, સંપાદિત કરવા અથવા કાઢી નાખવા માટે સાચવેલા ઓર્ડર કાર્ટમાં ફેરફાર કરી શકો છો.
 

પોર્ટફોલિયો

તમે તમારા હોલ્ડિંગ્સની સંપૂર્ણ માહિતી અહીં મેળવી શકો છો. તમે આ વિભાગમાં વર્તમાન મૂલ્ય, એકંદર નફો/નુકસાન, દિવસનો નફો/નુકસાન તેમ જ રોકાણનું મૂળ મૂલ્ય જોઈ શકો છો.

આ પૅજ પર હોલ્ડિંગ્સ અને પોઝિશન દર્શાવવામાં આવ્યાં છે.

 
  • હોલ્ડિંગ્સ: તમારા ડીમેટ ખાતામાંના તમામ શેરો જોઈ શકો છો. આ તમારા હોલ્ડિંગ્સના વર્તમાન મૂલ્ય સાથે તમારા મૂળ રોકાણનું મૂલ્ય પણ બતાવે છે.

  • પોઝિશન્સ: તમે ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ, કોમોડિટીઝ અને કરન્સી સહિતની પોઝિશન્સ (જે તમને લાગુ પડતી હોય એ) અહીં જોઈ શકો છો.

ફંડ્સ

તમે તમારી સંપૂર્ણ ખરીદશક્તિ અહીં જોઈ શકો છો. તમે આ વિંડોમાંથી નેટ બૅન્કિંગ અથવા યુપીઆઈનો ઉપયોગ કરીને તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર પણ કરી શકો છો. તમે આ જ વિન્ડોમાંથી ફંડ ઉપાડવા માટેની વિનંતી પણ કરી શકો છો.

માર્કેટ

આ વિભાગ તમને ભારતીય શેરબજારોમાં બનતી તમામ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ્સથી વાકેફ રહેવામાં મદદ કરશે. અહીં ઇન્ડાઇસીસ, સ્ક્રીનર્સ, સમાચાર, ઈવેન્ટ્સ, વગેરે જોઈ શકાય છે.

ઇન્ડાઇસીસ

તમે તમારા મનપસંદ ઇન્ડાઇસીસ સેટ કરી શકો છો અને તેમને બજારના મુખ્ય પૅજ પર જોઈ શકો છો. તમે વિવિધ એક્સચેન્જોમાં તમામ ઇન્ડાઇસીસ જોઈ શકો છો. તમે Favourite Icon આઇકનનો ઉપયોગ કરીને તેમને ફેવરિટ તરીકે સેટ કરી શકો છો.

તમે કોઈપણ ઇન્ડેક્સ પસંદ કરીને તેની તમામ વિગતો જોઈ શકો છો. તમે ઇન્ડેક્સની વિગતો જોવા ઇન્ડાઇસીસને લિસ્ટ વ્યૂ અથવા હીટ મેપ વ્યૂમાં જોઈ શકો છો. તમે આ વિભાગમાં ફ્યુચર્સ કૉન્ટ્રેટ તેમ જ ઇન્ડેક્સની ઓપ્શન ચેઇન પણ જોઈ શકો છો. તમે Trade Icon આઇકન પર ક્લિક કરીને આ ઇન્ડેક્સનો હિસ્સો હોય એ આઇટમમાં ટ્રેડ કરી શકો છો.

 
લાઈવ પલ્સ

તે તમને લાઈવ ટેક્નિકલ ઈવેન્ટ્સ જેવી કે સપોર્ટ, રેઝિસ્ટન્સ, ડેઈલી હાઈ અને લો અને વધુ સાથે અપડેટ કરે છે. તે ટેકનિકલ પાસાઓ પર બજારને સ્કેન કરે છે અને સ્ટોક્સ દર્શાવે છે.

 
સ્ક્રીનર

આ વિભાગ બજારનાં વિવિધ ક્ષેત્રો અથવા ઇન્ડાઇસીસ સંબંધિત ફેવરિટ સ્ક્રીનર નક્કી કરવા માટે છે, જેથી એ બધાં સ્ક્રીનર તમારા બજારના મુખ્ય પૅજ પર જોઈ શકાય.

તમે 'બધું જુઓ' વિકલ્પનો ઉપયોગ કરીને તમામ સ્ક્રીનર્સ જોઈ શકો છો. સ્ક્રીનર્સને ભાવ આધારિત, વોલ્યુમ આધારિત, ઓપન ઇન્ટરેસ્ટ આધારિત, વગેરે રીતે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

તમે કોઈપણ એક્સચેન્જ સેગમેન્ટ, સેક્ટર, વગેરેમાં સ્ટૉક અથવા કૉન્ટ્રાક્ટ માટે સ્ક્રીનર્સ સેટ કરી શકો છો અને સ્ક્રીનર્સને જોઈ શકો છો. સ્ક્રીનર્સને તમે ઇચ્છો તે રીતે સેટ કરવા માટે તમારી પાસે ફિલ્ટરિંગમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

 
ન્યૂઝ

તમે આ વિભાગમાં બજારના સમાચાર જોઈ શકો છો. તમે તમારા હોલ્ડિંગ્સને લગતા સમાચાર ટોચ પર જોઈ શકશો. તેની નીચે અન્ય સમાચાર જોઈ શકો છો. તમે સમાચાર સાથે જોડાયેલી સ્ક્રિપની માહિતી જોવા માટે સ્ક્રિપ પર ક્લિક કરી શકો છો અને ત્યાંથી ટ્રેડ પણ કરી શકો છો.

'બધું જુઓ'માં તમે ખાસ ખબરો, ક્ષેત્રવાર સમાચારો અને જાહેરાતો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા સમાચાર જોઈ શકશો.

 
ઈવેન્ટ્સ

તમે કૉર્પોરેટ ઍક્શન, એજીએમ, ઇજીએમ, વગેરે જેવી બજારને લગતી ઈવેન્ટ્સ જોઈ શકો છો. જે બધા દિવસોએ ઈવેન્ટ્સ હશે એ દિવસો કેલેન્ડર વ્યૂમાં જોવા મળશે. તમે સીધેસીધા એ તારીખમાં જઈને સંબંધિત વિગતો જોઈ શકો છો. તમે સંબંધિત વિગતો જોવા માટે કોઈપણ ઘટના પર ક્લિક કરી શકો છો.

હેમબર્ગર મેનુ

આ વિભાગમાં તમે યુઝર પ્રોફાઈલ, ફંડ મૅનેજમેન્ટ, રેકૉમેન્ડેશન્સ અને એલર્ટ, બ્રોકર અને એક્સચેન્જના સંદેશાઓ, કેલ્ક્યુલેટર, વગેરે જેવા મુખ્ય વિભાગો જોઈ શકશો.

તમે ઉપલા ડાબા ખૂણા પરના આઇકન પર ક્લિક કરીને હેમબર્ગર મેનૂને જોઈ શકો છો.

પ્રોફાઇલ

આ વિભાગમાં તમને અમારી સિસ્ટમમાં ઉપલબ્ધ પ્રોફાઇલની માહિતી મળે છે. તમે તમારું નામ, ઇ-મેઇલ ઍડ્રેસ, મોબાઇલ નંબર, અને અમારી સિસ્ટમમાં નોંધાવાયેલાં તમારાં બૅન્ક ખાતાંની વિગતો જોઈ શકશો.

તમે આ વિભાગમાં આપેલી સૂચનાઓને અનુસરીને માહિતીને અપડેટ કરી શકો છો.

 
ફંડ્સ

આ વિભાગ તમને તમારા ટ્રેડિંગ ખાતાની તમામ ફંડ્સ સંબંધિત માહિતી પૂરી પાડે છે. તમે ઉપલબ્ધ અને વપરાયેલાં ફંડ્સ, ફંડ્સ સ્નેપશોટ અને આજના સોદાઓ જેવી તમામ ફંડ્સ સંબંધિત માહિતી જોઈ શકો છો.

વપરાયેલાં અને ઉપલબ્ધ ફંડ્સના ગ્રાફ પર ક્લિક કરવાથી ફંડ્સ વિગતવાર જોઈ શકાય છે.

તમે "ફંડ ઉમેરો" વિકલ્પ પર ક્લિક કરીને આ વિભાગમાંથી ફંડ ટ્રાન્સફર પણ શરૂ કરી શકો છો. તમારે ટ્રાન્સફર કરવા માટેની રકમ અને ટ્રાન્સફર કરવાની રીત જણાવવાની રહેશે અને પછી સર્વાંગી પૅમેન્ટ ગૅટવેની મદદથી ટ્રાન્સફર કરી શકાશે. જો તમે તમારા ટ્રેડિંગ ખાતા સાથે એક કરતાં વધારે બૅન્ક ખાતાં મેપ કર્યાં હશે તો તમે જે બૅન્ક ખાતામાંથી ફંડ ટ્રાન્સફર કરવા માગો છો એની પસંદગી કરવાની રહેશે.

તમે આ વિન્ડોમાંથી ફંડના ઉપાડ માટેની વિનંતી સબમિટ કરી શકો છો. ફંડ ઉપાડનો વિકલ્પ વધારાના વિકલ્પોના મેનૂ (Menu Icon) માં ઉપલબ્ધ છે. ફંડ ઉપાડનો વિકલ્પ પસંદ કરવાથી એક ફોર્મ ખૂલશે. ત્યાં તમે તમે જે રકમ ઉપાડવા માગો છો એ દાખલ કરીને વિનંતી સબમિટ કરી શકો છો.

 
રેકૉમેન્ડેશન્સ એન્ડ એલેર્ટસ
  • રેકૉમેન્ડેશન્સ:

    આ વિભાગમાં તમને મોકલાયેલી તમામ ભલામણો જોઈ શકાશે. તમે ભલામણના કાર્ડ પર ક્લિક કરીને સંબંધિત સ્ક્રિપ્સ/કૉન્ટ્રેક્ટ્સમાં સોદા શરૂ કરી શકો છો.

    ભલામણના કાર્ડમાં તમને સ્ક્રિપનો હાલનો ભાવ દર્શાવવામાં આવે છે અને તમને તેમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના ભાવની ભલામણ કરવામાં આવે છે. તેમાં ભલામણની તારીખ અને એ ભલામણ ક્યાં સુધી વેલિડ રહેશે એની તારીખ પણ દર્શાવવામાં આવશે.

  • એલેર્ટસ:

    આ વિભાગમાં તમે વિવિધ સ્ક્રિપ્સ/કૉન્ટ્રાક્ટ માટે જાતે સેટ કરેલા ઍલર્ટ દર્શાવવામાં આવશે. તમે આ જ વિન્ડોમાંથી તમામ ઍલર્ટ વિશે નિર્ણય લઈ શકો છો.

 
સંદેશ

આ વિભાગને બ્રોકર, ઓર્ડર અને એક્સચેન્જ એમ ત્રણ હિસ્સાઓમાં વહેંચવામાં આવ્યો છે. તમે બ્રોકરના સંદેશાઓના વિભાગમાં અમે મોકલેલા તમામ સંદેશાઓ, નોટિફિકેશન જોઈ શકશો.

તમે ઓર્ડરને લગતા સંદેશાઓના વિભાગમાં તમારા ઓર્ડરને લગતા એક્સચેન્જમાંથી આવતા તમામ સંદેશાઓ તેમ જ સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા તમામ ઓર્ડર સંબંધિત સંદેશાઓ જોઈ શકશો. તમે આ વિભાગમાં વિવિધ એક્સચેન્જોએ મોકલેલા તમામ સંદેશાઓ જોઈ શકશો.

 
કેલ્ક્યુલેટર

આ ઍપ્લિકેશનમાં ત્રણ આવશ્યક કેલ્ક્યુલેટર છે, જેમાં ફ્યુચર ફેર વેલ્યુ કેલ્ક્યુલેટર, ઓપ્શન્સ ફેર વેલ્યુ કેલ્ક્યુલેટર અને સ્પાન માર્જિન કેલ્ક્યુલેટરનો સમાવેશ થાય છે.

 

ફ્યુચર ફેર વેલ્યુ કેલ્ક્યુલેટર: આ કેલ્ક્યુલેટર વર્તમાન મૂલ્ય, સ્ટૉક પર ચૂકવાયેલું ડિવિડંડ, સમાપ્તિ સુધીના દિવસોની સંખ્યા અને મૂડી પરના વર્તમાન વ્યાજ દરને ધ્યાનમાં રાખીને ફ્યુચર્સ સ્ટૉક/ઇન્ડેક્સ કૉન્ટ્રાક્ટનું મૂલ્ય કેવી રીતે થશે તેની થિયરેટિકલ ગણતરી પૂરી પાડે છે.

તમે જેની ફ્યુચર ફેર વેલ્યૂની ગણતરી કરવા માગો છો એ અંડરલાઇંગને શોધીને તેની પસંદગી કરી શકો છો. સમાપ્તિ સુધીના દિવસોની સંખ્યા અથવા ઉપલબ્ધ સમાપ્તિઓમાંથી પસંદગી કરો, અંદાજિત ડિવિડંડની રકમ દાખલ કરો અને વ્યાજદર દાખલ કરો. એ કર્યા બાદ 'ગણતરી કરો'નું બટન દબાવવાથી તમને કૉન્ટ્રેક્ટના પાછલા ટ્રેડેડ ભાવની સાથે વેલ્યૂ જોવા મળશે. તમે આ વિંડોમાંથી ટ્રેડ પણ કરી શકો છો.

 

ઓપ્શન વેલ્યુ કેલ્ક્યુલેટર: આ કેલ્ક્યુલેટર કૉન્ટ્રેક્ટનો વર્તમાન ભાવ, ડિવિડંડ, વ્યાજદર અને વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને ઓપ્શન્સ સ્ટૉક/ઇન્ડેક્સ કૉન્ટ્રાક્ટનું મૂલ્ય કેવી રીતે ગણવામાં આવશે તેની થિયરેટિકલ ગણતરી પૂરી પાડે છે.

તમે જેની ઓપ્શન વેલ્યૂની ગણતરી કરવા માગો છો એ અંડરલાઇંગને શોધીને તેની પસંદગી કરી શકો છો. સમાપ્તિ સુધીના દિવસોની સંખ્યા અથવા ઉપલબ્ધ સમાપ્તિઓમાંથી પસંદગી કરો, અંદાજિત ડિવિડંડની રકમ દાખલ કરો અને વ્યાજદર દાખલ કરો. એ કર્યા બાદ 'ગણતરી કરો'નું બટન દબાવવાથી તમને કૉન્ટ્રેક્ટના પાછલા ટ્રેડેડ ભાવની સાથે વેલ્યૂ જોવા મળશે.

 

સ્પાન માર્જિન કેલ્ક્યુલેટર: સ્પાન માર્જિન કેલ્ક્યુલેટર તમને સોદા કરતાં પહેલાં એક્સચેન્જમાં સોદો શરૂ કરવા માટે જરૂરી માર્જિનની ગણતરી કરવામાં મદદ કરે છે. પસંદ કરેલા કૉન્ટ્રાક્ટ માટેની માર્જિનની જરૂરિયાત જાણવા માટે ફક્ત કૉન્ટ્રેક્ટ શોધો.

 
નીડ હેલ્પ

આ વિભાગ તમને આ મોબાઇલ ટ્રેડિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા વિશેના સર્વસાધારણ પ્રશ્નોના જવાબ આપે છે. તમે 'મદદની જરૂર છે' વિભાગમાં વપરાશ માટેની માર્ગદર્શિકા પ્રાપ્ત કરી શકો છો. તમે અમારા સંપર્કની વિગતો પણ અહીં મેળવી શકો છો.

 
સેટિંગ્સ

તમે આ જગ્યાએ ઍપ્લિકેશન સંબંધિત સેટિંગ્સ, જેમ કે થીમ અને ફોન્ટ પસંદગી, ઓર્ડરની પ્રાથમિકતા અને સુરક્ષાનાં સેટિંગ્સ, જોઈ શકો છો. તમે અહીં લાઈટ અને ડાર્ક થીમ પસંદ કરી શકો છો અને ફોન્ટની સાઇઝ વધારી શકો છો. તમે અહીં દરેક એક્સચેન્જ સેગમેન્ટ માટે ડિફોલ્ટ ઓર્ડર પ્રકાર પસંદ કરી શકો છો. તમે આ વિભાગમાં ફિંગરપ્રિન્ટ અને એમપિન લોગ-ઇન પણ સેટ કરી શકો છો.